કહોને આજ કેને સંગે, રંગમાં રોળાણા પ્યારા ૩/૪

કહોને આજ કેને સંગે, રંગમાં રોળાણા પ્યારા;
બીતા મુખ બોલો જાણે, સેજડીએ ચોળાણા પ્યારા.
લડથડતા માંડો છો પગલાં, નિદ્રામાં ઘેરાણા પ્યારા ;
કુચને કુમકુમે કરી, છાતીમાં રંગાણા પ્યારા.
પાઘડલીના પેચ છુટા, હાર ઉગ્ર હૈયે પ્યારા ;
હવે તો લજાતા હશો, દેખાય તે કહીયે પ્યારા.
વેલણ સાટે મેલી આવ્યા, મોરલી મરમાળી પ્યારા ;
પીતાંબર વીસારી લાવ્યા, ચુંદડી રૂપાળી પ્યારા.
તમે ચતુરાઇ કરો, તે હું કેમ માનું પ્યારા ;
ગાલુ ઉપર કાજળ લાગ્યું, તે કેમ રહેશે છાનું પ્યારા.
આજ નથી રાખી આવ્યા, કોઇ વાતે કાચું પ્યારા ;
બ્રહ્માનંદના સ્વામી વહાલા, હસી કહોને સાચું પ્યારા.

મૂળ પદ

ઓરા ઓરા ઓરા આવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી