આવે રે અલબેલો વહાલો, સુંદર છેલ છોગાળો રે ૩/૪

 

આવે રે અલબેલો વહાલો, સુંદર છેલ છોગાળો રે.      આ૦ ૧
લાલ કસુંબી ફેંટા ઉપર, તોરો છે મરમાળો રે.              આ૦ ર
સુંદર ચાલ અલૌકિક સજની, સુંદર નેણનો ચાળો રે.   આ૦ ૩
ગોવાળાને સંગે ગાતો, મનમોહન મતવાળો રે.           આ૦ ૪
બ્રહ્માનંદનો સ્વામી વાલીડો, લાગે છે રૂડો રૂપાળો રે.    આ૦ પ

 

મૂળ પદ

વનમાળી વનમાંથી આવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી