આવોને ઓરા અમ ભણી, લેઉં વારણિયાં ૨/૧૨

 

આવોને ઓરા અમ ભણી, લેઉં વારણિયાં ;
મનુવાર કરાવો શું ઘણી, લેઉં વારણિયાં. ટેક.
મારા દિલડાના દીવાન છો, લે૦ વળી સેજતણી સુવાણ છો. લે૦ ૧
બીજું તમથી વહાલું નહિ કશું, લે૦ મારું ચિતડું તમ ચરણે વસ્યું. લે૦ ર
હું મોહી તમારી ચાલમાં, લે૦ વાલમ બોલાવો વાલમાં. લે૦ ૩
તમે કાનકુંવર કોડામણા, લે૦ સુખસાગર અતિ સોયામણા. લે૦ ૪
ધુરંધર સુખના ધામ છો, લે૦ વહાલા બ્રહ્માનંદના શ્યામ છો. લે૦ પ

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી