અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે ૩/૧૨

 અલબેલા વર તમ ઉપરે, હું ઘોળી રે ;

તમને જોઇને નેણાં ઠરે, હું ધોળી રે.                                       ટેક.
જાણો છો રસની રીતમાં, હું૦ હું મોહી તમારા ગીતમાં.             હું૦ ૧
થીર કરી પોતાની થાપીએ, હું૦ વહાલા એકાંતે સુખ આપીએ. હું૦ ર
અવિચળ સુખના દાતાર છો, હું૦ મારા પ્રાણતણા આધાર છો. હું૦ ૩
ભુધર છો મનમાં ભાવતા, હું૦ આવો ગીત મધુરાં ગાવતા.      હું૦ ૪
આપો છો અતિ આનંદને, હું૦ વહાલા છો બ્રહ્માનંદને.              હું૦ પ
 

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી