અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં ૫/૧૨

 અલબેલા મંદિર આવીએ, લેઉં ભામણલાં ;     

બહુ હેત કરી બોલાવીએ, લેઉં ભાંમણલાં.                                 ટેક.
મારા નેણતણા શણગાર છો, લે૦ કોડીલા નંદકુમાર છો.          લે૦ ૧
સુંદરવર આવો સેજડી, લે૦ રહું એક પગે આગે ખડી.              લે૦ ર
લલચાવો શું લાલજી, લે૦ વેગેથી આવો વાલજી.                    લે૦ ૩
મનગમતી મોજું માણીએ, લે૦ અવગુણ મનમાં નવઆણીએ. લે૦ ૪
બ્રહ્માનંદની અરજી સાંભળો, લે૦ હેતેથી આવી હળો-મળો.       લે૦ પ
 

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી