કજીયા ઝાઝા નવ કીજીએ, કજીઆળાજી ૮/૧૨

 

કજીયા ઝાઝા નવ કીજીએ, કજીઆળાજી ;
પ્રેમેસું ગોરસ પીજીએ, કજીઆળાજી. ટેક.
કજીઆના મનમાં કોડ છે, ક૦ ડહાપણનો ઝાઝો ડોડ છે. ક૦ ૧
કજીઓ કરવાની ટેવ પડી, ક૦ કજીઆ વિના ચાલે નહીં ઘડી. ક૦ ર
કજીઓ હવે મેલોકાનજી, ક૦ શીદ લઇ બેઠા તુફાનજી. ક૦ ૩
કજીઆમાં કરવા કાય કૈ, ક૦ નવરાં બેઠા દિન જાય નૈ. ક૦ ૪
કજીઓ કરવો શા કારણે, ક૦ જોઇ બ્રહ્માનંદ જાય વારણે. ક૦ પ

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી