ગિરિધારી બેઠા ગોખમાં, શોભો છો જી ૯/૧૨

ગિરિધારી બેઠા ગોખમાં, શોભો છો જી ;સુંદર પોતાની શોખમાં, શોભો છો જી.     ટેક.
પેહેરીને માળા ફૂલની, શો૦ વળી વાત કરતાં હુલની.      શો૦ ૧
ડોલરીઆ સરખા દીસતા, શો૦ રંગભર ગોપીશું રીસતા.   શો૦ ર
હરી હેત કરીને હેરતા, શો૦ ફળીઆમાં ઘોડી ફેરતા.       શો૦ ૩
અંગ ગુઢો રેંટો ઓઢતા, શો૦ પ્રીતમ સુખ સેજે પોઢતા.    શો૦ ૪
બ્રહ્માનંદને સામું દેખતા, શો૦ મુજને પોતાની લેખતા.      શો૦ પ

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી