જાણી ધુતાઇ રાવળી, ધુતારાજી ૧૧/૧૨

જાણી ધુતાઇ રાવળી, ધુતારાજીવચમાં કોઇ ધુતી નાર મળી ધુતારાજી.    ટેક.
આવા ધુતા તમે કેમ થયા, ધુ૦અમને કહીને બીજે ગયા.   ધુ૦ ૧
કે પાસે શીખ્યા ધુતપણું, ધુ૦ ધુતી લીધું મન અમતણું.    ધુ૦ ર
તમે ધૃતા છો તે સૌ જાણે, ધુ૦ ઇતબાર તમારો કુણ આણે.        ધુ૦ ૩
ધુતી કૈયે તેને ખરી, ધુ૦ જેણે તમને રાખ્યા છેતરી.       ધુ૦ ૪
બ્રહ્માનંદ કહે ધુતા ઘરના, ધુ૦ હવે આંક ભણો તે મેહેરના.        ધુ૦ પ 

મૂળ પદ

મારે મંદિર આવો માવજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી