અમને ગયા છો વાઇને રે વહાલા અમને ગયા છો વાઇને ૧/૮

૧૦રર  પદ  :  ૧ (રાગ ગરબી)

(કાનુડાના સંગ મન લાગ્યું .... એ રાગ)

અમને ગયા છો વાઇને રે વહાલા ! અમને ગયા છો વાઇને.     

તમે ખોટા ખોટા સમ ખાઇને રે, વહાલા ! અમને ગયા છો વાઇને.   ટેક.

એક પગ ભર અમે ઉભલાં રે, ત્યાં કેતા તે કરતાં ધાઇને રે.                વ૦ ૧

આળું ગાળું સર્વે તમારી સાંખી રે, મોટા કીયા દૂધ પાઇને રે.            વ૦ ર

મથુરાથી લઇ આવજો માયા રે, કૂડનું ગાડલું કમાઇને રે.                 વ૦ ૩

બ્રહ્માનંદ કહે તમને ભરમાવ્યા રે,ધન્ય ધન્ય તે બાઇને રે.                 વ૦ ૪

મૂળ પદ

અમને ગયા છો વાઇને રે

મળતા રાગ

કાનુડાના સંગ મન લાગ્‍યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી