ઓરા આવો તમારા લેઉં ભાંમણાં રે, ઓરા આવો તમારા લેઉં ભાંમણાં ૫/૮

 

ઓરા આવો તમારા લેઉં ભાંમણાં રે, ઓરા આવો તમારા લેઉં ભાંમણાં ;
રુડા લટકાં કરો રળીઆમણાં રે, ઓરા આવો તમારા લેઉં ભાંમણાં. ટેક.
સગાં કુટુંબ વળી પીયરને સાસરાં રે, સરવે થયાં અળખામણાં રે. ઓ૦ ૧
કહ્યું માનો મારૂં છેલવર કાના રે, મેલી રીસ કીજીએ મનામણા રે. ઓ૦ ર
પ્રાણજીવન મારી સેજડી પધારો રે, બોલો મુખ વેણ સોહામણાં રે. ઓ૦ ૩
બ્રહ્માનંદના રંગભીનડાં વહાલા રે, તમ આવ્યે થાય આનંદ વધામણા રે. ઓ૦ ૪

મૂળ પદ

અમને ગયા છો વાઇને રે

મળતા રાગ

કાનુડાના સંગ મન લાગ્‍યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી