ઓરા આવોને આપણે ખેલીએ રે, ઓરા આવોને આપણે ખેલીએ ૬/૮

 

ઓરા આવોને આપણે ખેલીએ રે ; ઓરા આવોને આપણે ખેલીએ.
રંગભીના વાલા રંગ રેલીએ રે, ઓરા આવોને આપણે ખેલીએ રે. ટેક.
તમ વિના ગુણવંતા સુંદરવર રે, કેમ જાએ રાતડી અકેલીએ રે. ઓ૦ ૧
તન-મન-ધન મારૂં સરવે તમારું રે, કોઇનાં કમાડ શીદ ઠેલીએ રે. ઓ૦ ર
અમે તમારું શું લીધું ઓરૂં રે, શું દીધું ઓલી અલબેલીએ રે. ઓ૦ ૩
બ્રહ્માનંદ કહે કાંઇ શંકા ન કરવી રે, માથે તેછોગલા મેલીએ રે. ઓ૦ ૪

મૂળ પદ

અમને ગયા છો વાઇને રે

મળતા રાગ

કાનુડાના સંગ મન લાગ્‍યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી