તમથી લાગી છે મારી પ્રીતડી રે, વાલા તમથી લાગી છે મારી પ્રીતડી ૭/૮

તમથી લાગી છે મારી પ્રીતડી રે, વાલા તમથી લાગી છે મારી પ્રીતડી ;
તેણે કરી થઇ છું નચીંતડી રે, વાલા તમથી લાગી છે મારી પ્રીતડી. ટેક.
પ્રીતડી લાગી છે તમ સાથે મારા પ્યારા રે, ભાંગી ભરમ કેરી ભીંતડી રે. વા૦ ૧
લટકાં તમારાં જોઇને લોભાણી રે, રૂપ મનોહર રીતડી રે. વા૦ ર
આનંદ અતી નહીં માય મારા અંગમાં રે, રંગમાં તે રજની વીતડી રે. વા૦ ૩
બ્રહ્માનંદ કહે તમ સાથે રમતાં રે, જગમાં થઇ છે મારી જીતડી રે. વા૦ ૪

મૂળ પદ

અમને ગયા છો વાઇને રે

મળતા રાગ

કાનુડાના સંગ મન લાગ્‍યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી