અલબેલોજી મારે મંદિર, રઢીઆળી વેણ રે, હો સાહેલી ૪/૮

 અલબેલોજી મારે મંદિર આવ્યા રે, હો સુણ આલી ;    

પાતળિયાજી પ્રેમે શું પધરાવ્યા, મોહન વનમાળી.                   ૧
લાજ તજી આલિંગન મેં તો લીધું રે, હો સુણ આલી ;  
કરી કૃપા મારા મનનું ગમતું કીધું, મોહન વનમાળી.                ર
ન્યાલ થઇ છોગાળાને હું નિરખી રે, હો સુણ આલી ;    
છેલછબીલે કીધી પોતા સરખી, મોહન વનમાળી.                    ૩
મનગમતું કીધું મરજાદા મેટી રે, હો સુણ આલી ;        
ભાવ કરી ભુધરસું હું તો ભેટી, મોહન વનમાળી.                       ૪
નિશ્શંક થઇ હું ગળે બાંહલડી નાખીરે, હો સુણ આલી ;
અલબેલાને જોઇ ઠરી મારી આંખી, મોહન વનમાળી.               પ
આજ સખી મુને રસીયે મહાસુખ આપ્યુંરે, હો સુણ આલી ;      
કલ્પીત દુઃખ મારા મનનું કાપ્યું, મોહન વનમાળી.                   ૬
વેંધાણી હું વહાલાજીને વેણે રે, હો સુણ આલી ;           
નેહ લગાડયો મુજને કોમળ નેણે, મોહન વનમાળી.                  ૭
પાતળિયાની ચાલ અનોપમ પ્યારી રે, હો સુણ આલી ;          
હરખ સહીત જાય બ્રહ્માનંદ બલિહારી, મોહન વનમાળી.          ૮
 

મૂળ પદ

વ્‍હાલા તમારી જોઇને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી