તમ સંગાથે રમવાની, છે ખાંત રે, ખાંતીલા ૫/૮

તમ સંગાથે રમવાની છે ખાંત રે, ખાંતીલા ;
આવી મુજને સુખ આપો એકાંત, સુંદર ખાંતીલા.
ખાંત મુજને તમ સંગ કરવા ખેલ રે, ખાંતીલા ;
રંગભીનાજી વાળો રંગની રેલ, સુંદરખાંતીલા.
તમ સંગાતે લાગી મારે પ્રીત રે, ખાંતીલા ;
છોગલીયું ખુતું છે મારે ચીત, સુંદર ખાંતીલા.
લાલ તમારા લટકામાં લોભાણી રે, ખાંતીલા ;
પ્રીતમ આવી રાખો મુખનું પાણી, સુંદર ખાંતીલા.
નાથ તમારા પ્યારા લાગે નેણ રે, ખાંતીલા ;
વાલપ દૈ બોલોને સુંદર વેણ, સુંદર ખાંતીલા.
બ્રહ્માનંદના સ્વામી સુણો એક વાત રે, ખાંતીલા ;
રસિયા તમ વિના કેમ કરી કાઢું રાત, સુંદર ખાંતીલા.

મૂળ પદ

વ્‍હાલા તમારી જોઇને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી