જાતીભતી હું જમુના, ભરવા પાણી રે, કાનુડા ૬/૮

જાતીભતી હું જમુના ભરવા પાણી રે, કાનડા ; 
તારી વંશનો હું નાદ સુણી, વેંધાણી નટવર નાનુડા.      
વંશી વાઇ અજબ અલોકિક રીત રે, કાનડા ;  
ઘેલી થઇ હું ગિરધર તારે ગીત, નટવર નાનુડા.
કામણ કીધાં વંશીમાં મુને કોય રે, કાનડા ;    
તારું મુખ દીઠા વિના સુખ મુને નહોય, નટવર નાનુડા.  
ઘેલી થઇ ઘરકામ ન લાગે હાથ રે, કાનડા ;   
દિલડું ડોલે નિશ દિન તારે સાથ, નટવર નાનુડા.       
વંશી તારી કામણગારી, શ્યામ રે કાનડા ;     
જંપ ન થાયે સુણતાં આઠો જામ, નટવર નાનુડા.
તન-મન-ધન તુજ પર કીધાં કુરબાન રે, કાનડા ;     
વહાલા બ્રહ્માનંદના પ્રીતમ જીવનપ્રાણ, નટવર નાનુડા.   ૬ 

મૂળ પદ

વ્‍હાલા તમારી જોઇને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી