ચારી આવો ગાવડલી મારી, ટકો દેશું રીત તણો તારી ૮/૮

ચારી આવો ગાવડલી મારી ;ટકો દેશું રીત તણો તારી.        ચા૦ ટેક.
મલાજો રાખું છું કેહેતી, અમારે હાથ નથી રેહેતી ;તમ વિના દોવા નથી દેતી.       ચા૦ ૧
સાચું બોલું ખાઇને સમને, આવે છે મારવાને અમને ;ટાઢી થાય દેખીને તમને.         ચા૦ ર
હેતે તમે પેલી હેલાવી, છાની નથી વાત કહું છું ચાવી ;હવે નહીં પૂરવે અટકાવી.        ચા૦ ૩
જો અતિ જીવાળા થાશો, બ્હાંરે જાઇ દોઇ દોઇ પાશો ;તો ગિરિધરજી ગાળ્યું ખાશો.      ચા૦ ૪
ઝાઝું ખડ નીલું ત્યાં જાઇને, ચારી આવો પાણીડું પાઇને ;વહાલા બ્રહ્માનંદના સીધા થાઇને.       ચા૦ પ 

મૂળ પદ

ઓરા આવો નટવર નાનડીઆ

મળતા રાગ

રે સગપણ હરિવરનું સાચું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી