તમે કોડે કોડે પ્રીતડી કીધી રે, કાનવર કોડીલા ૩/૮

તમે કોડે કોડે પ્રીતડી કીધી રે, કાનવર કોડીલા;
		મારી બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી રે, કાનવર કોડીલા...ટેક.
આવી કોડે જુઓ મુજ સામું રે-કા૦ સર્વે પૂરો મારા હૈડાની હામું રે-કા૦ ૧
કોડે કોડે આવીને કાંઈ કહેજો રે-કા૦ વહાલા દર્શન નિતનિત દેજો રે-કા૦ ૨
કોડે કોડે કરો આવી આળું રે-કા૦ તારાં ભૂધર લટકાં ભાળું રે-કા૦ ૩
કોડે કોડે પહેરોને હાર કોટે રે-કા૦ ચિત્ત ચોરો નયનની ચોટે રે-કા૦ ૪
કોડે કોડે બોલોને કાલું કાલું રે-કા૦ લાગે બ્રહ્માનંદને વહાલું રે-કા૦ ૫
 

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી