તારી મોરલડીને તાને રે, લાલચ લાગી છે ૫/૮

તારી મોરલડીને તાને રે, લાલચ લાગી છે ;
વળી સુંદર ભીને વાને રે, લાલચ લાગી છે. ટેક.
અતિ છબી અલોકિક ભાળી રે, લા૦ રસરીત ઘણી રૂપાળી રે. લા૦ ૧
ખાસી અવલ પછેડી ખેસે રે, લા૦ વળી નટવર સુંદર વેશે રે. લા૦ ર
જોઇ રૂપ અલૌકિક તારું રે, લા૦ લેઇ તન-ધન સર્વે વારું રે. લા૦ ૩
કર્યું તીલક મનોહર ભાલે રે, લા૦ સુંદરવર તારીચાલે રે. લા૦ ૪
નૌતમ અણીયાળે નેણે રે, લા૦ બ્રહ્માનંદ કહે રસને વેણે રે. લા૦ પ

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી