તમે અલવ કરો છો આવી રે, નાગર નટવરજી ૬/૮

તમે અલવ કરો છો આવી રે, નાગર નટવરજી ;
છાની નહીં રહે વાત થાશે ચાવી રે, નાગર નટવરજી. ટેક.
વન એકલડી મુને જાણી રે, ના૦ કેમ બોલો છો નિર્લજ વાણી રે. ના૦ ૧
તમે છેલ થયા તે સહુ જાણ્યું રે, ના૦ કાંઇ ગણો નહીં ટાણું કે કુટાણું રે. ના૦ ર
રીતે કહું છું જે વેગળા રહેજો રે, ના૦ કાંઇ એલફેલ મુખથી ન કહેજો રે. ના૦ ૩
શાને વેહેતાં રોકો છો તમે વાટે રે, ના૦ આવી બાઝો માં મહીને માટે રે. ના૦ ૪
બ્રહ્માનંદ કહે તમને હું વારું રે, ના૦ નહીં લેઇ શકો નામ તમે મારું રે. ના૦ પ

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી