જાઓ જાઓ તમે પાધરા વાટે રે, જાદુગારાજી ૮/૮

જાઓ જાઓ તમે પાધરા વાટે રે, જાદુગારાજી   
આંહી ખોટી થાઓ છો શા માટે રે, જાદુગારાજી    ટેક.
જાણ્યું જાણ્યું અમે તમારું હેત રે, જા૦ અમને કીધેલા તમે ફજેત રે.        જા૦ ૧
જે હોય તમને બહુ પ્યારી રે, જા૦ તેને ઘેર જાઇ રહો ગિરધારી રે.        જા૦ ર
તેના ઘરનું કામ સર્વે કરજો રે, જા૦ નવરા રહો તો તેને કેડેકેડે ફરજો રે.  જા૦ ૩
તે બેસે ત્યારે ઉભા ઉભા ગાજો રે, જા૦ તેના ઘરના ગરાસીયા થાજો રે.   જા૦ ૪
તેને ઘેર જઇ ફૂલડાં પેહેરો રે, જા૦ બ્રહ્માનંદ કહે અમથી કીધો વેરો રે.    જા૦ પ 

મૂળ પદ

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી