ચાલ સખી જોવાને રે, લટકાં કરી નંદજીનો રે લાલો રંગભીનો રંગ રેલે રે ૧/૪

ચાલ સખી જોવાને રે ;લટકાં કરી નંદજીનો રે લાલો રંગભીનો રંગ રેલે રે.      
મોરલીને તાને મનોહર વાને, ચિત્તડાંને લલચાવે રે ;વ્રજનારીનો જીવન વહાલો, ગીત મધુરાં ગાવે રે. 
જોરે જોરે ગળે બાંહડલી રે નાખે, હેત કરી ઝાલે હાથે રે ;ફૂલડાંના હાર પેહેર્યા છે રે કોટે, મેલ્યાં છે છોગલાં માથે રે.        
ગોવાળાને મનડે રે ગમતાં, ચરીત્ર કરે વનમાળી રે ;જલદીથી જઇએ તો સુખીઆં રે થાઇએ, ભૂધરજી ભાળી રે.        
ઉઠ મારી હેલી જઇએ વેહેલી વેહેલી, ધીરજ નથી ખમાતી રે ;બ્રહ્માનંદના સ્વામીને ભેટી, શીતળ કરશું છાતી રે. 

મૂળ પદ

ચાલ સખી જોવાને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0