આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે ૨/૪

 આજ સખી અલબેલો રે વહાલો, ઉભા છે જમુનાને તીરે રે ;

સુંદર મોરલી હાથ લેઇને, વહાઇ તે બળભદ્રવીરે રે.
સાંભળતાં ગુલતાન થઇ હું, શું જાણું શું કીધું રે ;
ઘરડાનો ધંધો હાથ ન લાગે, લટકાળે મન લીધું રે.
મોરલીને નાદે મૃગલાં રે મોભં, ઉભા છે તૃણ જળ મેલી રે ;
વેહેતાં થંભ્યાં જમુનાજીનાં પાણી, થકીત થયાં વનવેલી રે.
વહાલાની વંશી સુણીને વનમાં, મગન થયાં છે પંખી રે ;
શબ્દ સુણીને શ્રવણ લોભાણાં, રૂપે લોભાણી અંખી રે.
બ્રહ્માનંદના વહાલાની વંશી, જે સુણશે નરનારી રે ;
કેડે કેડે કાનડાને ફરશે, ઘરનાં તે કાજ વીસારી રે.

મૂળ પદ

ચાલ સખી જોવાને રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
જયદીપ સ્વાદિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0