કેહેજો કાનાને, કુબજાને વશ થઇને કેમ બેસી રહ્યા ૧/૪

કેહેજો કાનાને, કુબજાને વશ થઇને કેમ બેસી રહ્યા ;   
કેમ ભૂલી ગયા, મહી માંખણ ખાઇને ગોકુલ થયા.         ટેક.
જે દી નાથ હુતા નાના, છુપી રહેતા કંસ થકી છાના ;તે દી અમે કર્યા ઝાઝાં વાનાં.     કે૦ ૧
પ્રીતમ, છબી અંતરમાં પ્રોતા, દુધ પાતાં ગાવડલી દોતાં ; અમે ફૂલતણી મીટે જોતાં.        કે૦ ર
અમે જાણ્યું તમે અમારા છો, વળી પાડોશણના પ્યારા છો ;તમે સાચાબોલા પણ સારા છો.   કે૦ ૩
કહે બ્રહ્માનંદ મનડે ભાવ્યા, બહુ રૂડી રીતે બોલાવ્યા;જઇ કામે કુબજાને આવ્યા.        કે૦ ૪ 

મૂળ પદ

કેહેજો કાનાને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી