કેહેજો કુબજાને, કામણિયાં કાનાને એવાં શાં કર્યાં ૨/૪

કેહેજો કુબજાને, કામણિયાં કાનાને એવાં શાં કર્યાં ;તારે વશ થઇને વ્રજવાસી સરવે રે એને વીસર્યા. ટેક.
આંખ્યું અતિ સુંદર અણિયાળી, મુખ મોરલી વાય છે મરમાળી ;તેં ભોળવીયો નાનો ભાળી.       કે૦ ૧
ભૂરકી તેં નાખી મંત્ર ભાખ્યો, વળી ચસ્કો લાગ્યો રસ ચાખ્યો ; તે રૂપાળો જોઇને રાખ્યો.        કે૦ ર
એ વાત ઘણી નવ ચોળવી, તેં થાપણ અમારી ઓળવી ;ભુધર રાખ્યા ભોળવી.   કે૦ ૩
તારે કરવાનું હોય તે કેહેજે, વળી જોએ તો નાણું લેજે ;  કહે બ્રહ્માનંદ પાછો દેજે. કે૦ ૪ 

મૂળ પદ

કેહેજો કાનાને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી