કેહેજો કુબજાને, કામણિયાં શીખવે જો મારા નાથને ૩/૪

કેહેજો કુબજાને, કામણિયાં શીખવે જો મારા નાથને ;શીખી તુજ પાસે, આવીને શીખવશે વ્રજના સાથને.         ટેક.
અલવીલા નટવર આવાને, ચિત્ત ગોપીના ચોરાવાને ;એવા મંત્ર ભણાવે માવાને.        કે૦ ૧
તું કપટ તજી સરવે કેજે, વળી ન ભણે તો ઠારો દેજે ;થઇ પંડયાણી પાસે રેભજે.        કે૦ ર
માંજી* દે જે પાટી મોટી, જો પાઠ ભણે મુખથી ખોટી ;તો સબકાવે લૈને સોટી.   કે૦ ૩
કહે બ્રહ્માનંદ આળસ મેલી, વિદ્યા શીખાવે વેહેલી વેહેલી ;એને તું જેવો કરજે હેલી.         કે૦ ૪
* માંજી = સાફ કરી. 

મૂળ પદ

કેહેજો કાનાને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી