કેહેજો કુબજાને, કાનાની કરજે જો ચોંપે ચાકરી ૪/૪

કેહેજો કુબજાને, કાનાની કરજે જો ચોંપે ચાકરી ;
નાનો જાણી, આંખ ચડાવી બેની !મ બોલે આકરી. ટેક.
જે જોઇએ તે લેજે આણે, એને પ્રાણ થકી પ્યારો જાણે ;
વળી મનગમતી મોજું માણે. કે૦ ૧
જે બોલે તે રેહેજે સાંખે, એને કાજે ફૂલતણી આંખે ;
નીત જમતા ઉભી વા નાખે. કે૦ ર
એને પરભાતે જોઇએ પોળી, બહુ ઝાઝા ઘૃતમાંહી બોળી ;
ગોરસ પાજે સાકર ઘોળી. કે૦ ૩
પૂરણ સુખ સેજે પામીને, નીત ચરણે માથું નામીને ;
સેવે બ્રહ્માનંદના સ્વામીને. કે૦ ૪ 

મૂળ પદ

કેહેજો કાનાને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી