છોગાળો રે છોગાળો રે, મોરલી લીધી હાથે ૨/૮

છોગાળો રે છોગાળો રે, મોરલી લીધી હાથે ;    
છોગા મેલે માથે રે, છેલ છોગાળો.        ટેક.
છોગાળો રે છોગાળો રે, ગોપીજનને સંગે આનંદ અંગે રે.  છે૦ ૧
છોગાળો રે છોગાળો રે, ખાંતે ખાંતે ખેલે રંગડો રેલે રે.    છે૦ર
છોગાળો રે છોગાળો રે, કસુંબલિયે ફેંટે રાતે રેંટે રે.        છે૦ ૩
છોગાળો રે છોગાળો રે, રંગભીનો રૂપાળો અતિ મરમાળો રે.    છે૦ ૪
છોગાળો રે છોગાળો રે, બ્રહ્માનંદનો પ્યારો કમર કટારો રે.        છે૦ પ 

મૂળ પદ

કાનુડો રે કાનુડો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી