કોડીલો રે કોડીલો રે, કોડેઆળ્યું કરતો ૫/૮

કોડીલો રે કોડીલો રે, કોડેઆળ્યું કરતો ;
આવે મન હરતો રે, કાન કોડીલો.      ટેક.
કોડીલો રે કોડીલો રે, કોડે સામું ભાળે રંગડો ઢાળે રે.     ક૦ ૧
કોડીલો રે કોડીલો રે, કોડે છાનું કહાવે મુને બોલાવે રે.   ક૦ ર
કોડીલો રે કોડીલો રે, કોડે ચાલે કાલો લાગે મુને વહાલો રે.      ક૦ ૩
કોડીલો રે કોડીલો રે, કોડે રંગનો ભરીયો મારો ઠાકરીયો રે.      ક૦ ૪
કોડીલો રે કોડીલો રે, બ્રહ્માનંદનો સ્વામી અંતરજામી રે.  ક૦ પ 

મૂળ પદ

કાનુડો રે કાનુડો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી