વાલા એક કામ છે મારે, કહેશું ઘેર આવશો ત્યારે ૪/૮

વાલા એક કામ છે મારે, કહેશું ઘેર આવશો ત્યારે...ટેક.
કામ છે મારે આવશો ત્યારે, કહેવું છે એકાંત;
	સુણતાં તમને શ્યામળા થાશે, અંતરમાં નિરાંત...વાલા૦ ૧
હરતાં ફરતાં હેરણાં હેરો, રસિયા દી ને રાત;
	તેણે કાંઈક કહી મેલ્યું છે, તે કહેવી છે વાત...વાલા૦ ૨
વાલમ તમને જે છે વહાલું, તેની તમથી પ્રીત;
	ભેળાં થયાંની ભૂધરા તમને, બતાવી દેશું રીત...વાલા૦ ૩
જેને કારણ તમને રહે છે, અંતરમાં ઉતાપ;
	બ્રહ્માનંદ કહે તે સંગાથે, કરી દેશું મેળાપ...વાલા૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
1