જશોદા કાન તમારો, રોકે છે સાંજ-સવારો ૬/૮

જશોદા કાન તમારો, રોકે છે સાંજ-સવારો.       ટેક.
કાન તમારો સાંજ-સવારે, આવીને રોકે વાટ ;બળ દેખાડીને આવીને બાઝે, મહીડા કેરે માટ.   જ૦ ૧
વાછરું છોડે ઠામડાં ફોડે, રોળે છે દી ને રાત ;અમે તમારે આંગણે આવી, કેટલીક કહીએવાત.   જ૦ ર
આવીને દહાડે ખાતર પાડે, દૂધ-દહીને કાજ ;જોર જણાવે થયો છે જેલી, લોકની મેલી લાજ.    જ૦ ૩
ભરવા દે નહિ જમુના પાણી, કરવા દે નહીં કામ ;બ્રહ્માનંદ કહે લાલ તમારો, કરશે ઉજડ ગામ.   જ૦ ૪

મૂળ પદ

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી