કાન મારો મેલને કેડો, સહાયો શીદ ચીરનો છેડો ૭/૮

 

કાન મારો મેલને કેડો, સહાયો શીદ ચીરનો છેડો. ટેક.
મેલને કેડો ઝાલ માં છેડો, ખોટી થાશે કામ ;
ઘર રેઢું મારે સૌ ગયા છે, ઘરનાં માણસ ગામ. ક૦ ૧
આડો આવી શીદ ઉભો છું, મારગ મારો મેલ ;
ફેલ કરંતો ફોડતો, જોજે મહીડા કેરી હેલ. ક૦ ર
કહું છું તુંને કર માં કાના, સૌ દેખંતા છેલ ;
નિર્લજ છોરા નંદના, મારી કેમ પડયો છે ગેલ. ક૦ ૩
જમુના-આરે રાત દી ઉભો, નવરો આઠો જામ ;
બ્રહ્માનંદ કહે રીતથી બાભરું, લે માં મારું નામ. ક૦ ૪

મૂળ પદ

આવો હરિ મહી વલોવા, મીષે મંદિરિયું જોવા

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી