આ બ્રહ્માડે તીર્થ મહાન, છે ગઢડુ વા’લુ હરિને ૧/૧

 આ બ્રહ્માંડે તીર્થ મહાન, છે ગઢડુ વા'લું હરિને, 

અતિ કર્યા છે ઉત્સવો મહાન, કે
ગઢડામાં કાયમ ઠરીને..                                                  ટેક.
સર્વોપરિ શ્રીજીને પૃથ્વીના ગોળામાં, 
કાયમ રહેવાનું ગમ્યું દિવ્ય આ ગઢડામાં, 
કર્યા ગઢડામાં કાર્યો મહાન...છે                                    ગઢડુ૦ ૧
ગ્રંથો લખાવ્યા ઘણા વાલાએ ગઢડામાં, 
લીલા ચરિત્રો કર્યા અતિ અતિ ગઢડામાં, 
કર્યા સાધુઓ અતિ મહાન...છે                                      ગઢડુ૦ ૨
જ્ઞાનજીવન ઘર માની રહ્યાં સદા ગઢડામાં, 
તિરોધાન લીલા કરી પ્રાણ પ્યારે ગઢડામાં, 
કર્યો ભૂ'નો આ ભાગ મહાન...છે                                   ગઢડુ૦ ૩

મૂળ પદ

આ બ્રહ્માંડે તીર્થ મહાન, છે ગઢડુ વા’લું હરિને

મળતા રાગ

આવ્યા આવ્યા છે સહજાનંદ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી