ધન્ય ધન્ય ગોકુલની નારી, કે હેતે વહાલો વશ કીધા રે ૪/૪

ધન્ય ધન્ય ગોકુલની નારી, કે હેતે વહાલો વશ કીધા રે ;
કે ગુણિયલ સુંદર ગિરધારી, કે તેડી ઉર ઉપર લીધા રે.
કે લજ્યા લોકતણી લોપીરે, કે રસિયાને રંગે રાતી રે ;
કે ગિરધરને સંગે ગોપી રે, કે પ્રેમરસ ને પાતી રે.
કે ધન્ય ધન્ય ગોકુલની ગાયું, કે ચુંપે છોગાળે ચારી રે ;
કે પ્રેમે દૂધ ઘણું પાયું, કે પૂરણ કીધા મોરારી રે.
કે ધન્ય ધન્ય ગોકુળ, ગોવાળા, કે સંગે રસિયાને રમતા રે ;
કે કરી કરી ચિત્ત ગમતા ચાળા, કે ગિરધરને સુધા ગમતા રે.
કે ધન્ય ધન્ય વહાલાની વેણું, કે અધરરસ પીધો એકાંતે રે ;
કે લટકાળા પાસે લેહેણું ખરું, કે સુખ ભોગવીયું ખાંતે રે.
કે ધન્ય ધન્ય ગોકુલના વાસી, કે સભાગી નરનારી સોતાં રે ;
કે બ્રહ્માનંદ થયા તે અવિનાશી, કે પરમ પદને સેજે પોતાં રે.

મૂળ પદ

આવો આવોને સુંદર શ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી