ઓરા આવોરે અલવીલા, વારી જાઉં સુંદર છેલ છબીલા ૨/૪

 

ઓરા આવોરે અલવીલા, વારી જાઉં સુંદર છેલ છબીલા ;
નેણ ઠરે છે રે નિરખી, હૈડું રહ્યું છે મળવા હરખી.
મનોહર મૂર્તિ રે તારી, દેખી મોહ પામી વ્રજનારી;
મોરલી મધુરી રે વજાડો, લટકાં કરી કરી પ્રીત લગાડો.
તમ વિના કેમ કરી રે રહીયે, દિલની વાતું કેને કહીએ ;
બ્રહ્માનંદને રે સ્વામી, આવો મળીએ અંતરજામી.

મૂળ પદ

વેણ વજાડી રે વનમાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી