આજુની રજની રે શી કહું, વારતારે, રમીયા મારી સેજડલી રે મોરાર ૨/૪

 આજુની રજની રે શી કહું વારતારે, રમીયા મારી સેજડલી રે મોરાર ;

રસબસ કીધીરે બેની મુને રંગમાંરે, વહાલે મારે કીધો નવલોવિહાર આ૦૧
હું સુતીતી રે બેની ઘર માહરે રે, ઓચીંતાના આવ્યા પ્રાણજીવન ;
આંગણિયેને વાગીરે હરજીની ચાંખડી રે, સુણી મારું આતુર થયુંરે મન. આ૦ર
પંથડો જોતાં રે પીયુજી પધારીયા રે, રંગ વાધ્યો મહાજમ ગલતીરે રાત ;
સેજે સુખ આપ્યુંરે બેની મુને શ્યામળેરે, વાલપ દઇને કીધી મુજને રે વાત.આ૦૩
નેણ લોભાણાં રે બાઇ એના રૂપમાં રે, શ્રવણ લોભાણાં સુણતાં રે વેણ ;
મીઠી લાવણ્યતા બાઇએના મુખ તણી રે, તેણે મારૂ મન થયું છેમેંણ. આ૦૪
મરજાદાને મેલી રે વહાલાજીને હું મળી રે, આલીંગન લીધુ ભેળી રે અંગ ;
મહાસુખ પામી રે વામી સર્વે વેદના રે, બ્રહ્માનંદના સ્વામીને રંગ. આ૦પ

મૂળ પદ

મંદિરીયે મારે રે પીયુજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી