અક્ષરધામ ને, ગઢપુરધામ અહીં એક ઠામ, જુઓ એક થયા છે, ૧/૧

અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયા છે,
શ્રી ઘનશ્યામ, પૂરણકામ, કરુણાધામ, સદા અહીં રહ્યા છે,
ગોપીનાથ શ્યામ, હરિકૃષ્ણ નામ, રહ્યા છે આ ધામ, કયાં કયાંય ગયા છે !
કહે જ્ઞાનજીવન, રટો હરિનામ, પામો સહુ ધામ, બહુ પામી ગયા છે.
ગઢપુરધામ શ્રી ઘનશ્યામ, પૂર્યા છે પરચા ગઢપુરધામ,
આપ્યા એભલ દરબારને દિવ્ય દર્શન
ચતુર્ભૂજરૂપે પ્યારે પૂરણકામ...                                                      પૂર્યા૦ ટેક.
નિત્ય મોટીબા લાલજીનું પૂજન કરે,
રૂડુ કઢિયેલ દૂધ નિત્ય ભાવે ધરે,
પીધો દૂધનો કટોરો, પ્રગટી ઘનશ્યામ...                                        પૂર્યા૦૧
સહુ પરિવાર મળી હરિ સેવા કરે,
લેવા રાજીપો બહુ સહુ ઉમંગ ધરે,
લાડુબાની પૂજામાં પ્રગટે સુખધામ...                                             પૂર્યા૦૨
દાદાખાચરની દુનિયા હરિ ને સંત,
હરિભકતો તો દાદાને વા'લા અત્યંત,
આપી પરચા ને દાદાના કર્યા છે કામ...                                          પૂર્યા૦૩
સ્વામી નિષ્કુળાનંદની નિષ્ઠા મહાન,
તૂટ્યા દોરડા ને પથરો ચડાવ્યો મહાન,
સૌને બચાવ્યા તે ટાણે સુંદરશ્યામ...                                              પૂર્યા૦૪
સ્વામી બ્રહ્માનંદને વિરહ થયો,
ગોપીનાથમાંથી વાલો મારો પ્રગટ થયો,
આપ્યો હાર ને ભેટ્યા'તા કરુણાધામ...                                            પૂર્યા૦૫
ગયા ધામમાં ને પરચો આપ્યો નાથે,
દાદાખાચરને હાર હરિ આપ્યો હાથે,
જ્ઞાનજીવન કે વા'લો ગયા છે સ્વધામ...                                          પૂર્યા૦૬

 

મૂળ પદ

અક્ષર પર હરિ શ્રીજી મહારાજ

મળતા રાગ

સહજાનંદ સહજાનંદ સર્વોપરિ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી