આવોને અલબેલા આપણ, વાલમ કરીએ વાતું રે ૪/૪

આવોને અલબેલા આપણ, વાલમ કરીએ વાતુ રે;
	જોયા વિના તમને જગજીવન, અંતર સુખ નથી થાતું રે...આવો૦ ૧
મનમાં હોંશ ઘણી છે મારે, મળવાને મોરારી રે;
	આવોને હવે આળસ મેલી, વાલમ જાઉં હું વારી રે	...આવો૦ ૨
બીજે મારું મન નવ માને, તમ સાથે એક સાજું રે;
	અંતરની જાણો અવિનાશી, શું કહીએ મુખ ઝાઝું રે	...આવો૦ ૩
નટવર આવો કંઠ લગાવો, ભાવે સામું ભાળો રે;
	રંગભીના મોહન રંગીલા, રંગની રેલું વાળો રે	...આવો૦ ૪
અવગુણ મારા ચિત્તમાં ન ધરજો, જો જો બિરુદ તમારું રે;
	બ્રહ્માનંદ કહે વદન દેખાડી, મેટો દુખડું મારું રે	...આવો૦ ૫
 

મૂળ પદ

આજ સખી મુને સપનું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી