કહોને આજ કયાં હતા રે, કાજલ રંગાણા કપોલ ૨/૧૨

કહોને આજ કયાં હતા રે, કાજલ રંગાણા કપોલ ;
જણાય છે ઉજાગરો રે, લોચન થયાં છે રાતાં ચોળ. ક૦૧
આલસ અંગમાં રે, કીધો રજની રસ સંગ્રામ ;
બોલોછો તમે બીકમાં રે, લ્યોને ગયાતા તેનું નામ. ક૦ર
અમથી ઓઝંપી રે, મુખથી બોલો આળપંપાળ ;
ઘેરાઇ રહ્યા નિદ્રામાં રે, હીયે ઉઠી મોતીડાની માળ. ક૦૩
અધર રંગ રાતડા રે, રાતા કપડે કુંકું દાઘ ;
ચોળાણા તમે સેજમાં રે, શિથલ થઇછે શિરની પાઘ. ક૦૪
ખુમારી લાગીછે ખેલની રે, અત્તરમાં બ્હકેછેકાંઇ અંગ ;
વહાલા બ્રહ્માનંદના રે, તમને ચડ્યો છે તેનો રંગ. ક૦પ

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી