ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ૮/૧૨

ન થઇએ આકળા રે, હજી તો નાના નંદકુમાર ;
કહું છું કાનજી રે, વનમાં મ રોકો પરનાર. ન૦૧
માંડયો માવજી રે, તમે આવો કેમ ઉતપાત,
હાંસી ખેલવી રે, એ તો ઘર જાવાની વાત. ન૦ર
નાથ ન બોલીયે રે, આવાં ફાટે મોઢે ફેલ ;
તમને જાણીયે રે, થયા છો છોગા મેલી છેલ. ન૦૩
જોઇ મુને એકલી રે, તમારે હોંસ થઇ મનમાંય ;
વાંસે વાર છે રે, મારે રઢીયાલો કંસરાય. ન૦૪
થયા છો ઠાવકા રે, હમણાં મોહનજી મગરૂર ;
વહાલા બ્રહ્માનંદના રે, એમાં જાશે લાજ જરૂર. ન૦પ

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી