ગોકુલ ગામમાં રે, કહોને કેમ કરી રહીયે બેન ૯/૧૨

ગોકુલ ગામમાં રે, કહોને કેમ કરી રહીયે બેન ;કેટલીક સાંખીયે રે, ઉઠી નીત નીત આળ્યું ફેન.  ગો૦૧
કેદીક એકલો રે, છાનો ઘરમાં પેસે આય ;દોભણી દૂધની રે, સૌ દેખતાં લઇને જાય.        ગો૦ર
મારગ ચાલતાં રે, વનમાં બેસે પગલાં હેર ;છોરા સાથ લઇ રે, ઘાટ જમુનાને લે ઘેર. ગો૦૩
આવી વાતડી રે, કહોને કેને કહીયે હાલ ;કાયર કીધલાં રે, અમને નંદજીને લાલ.  ગો૦૪
બીતાં ચાલીયે રે, આવે વનમાં કેડે દોડ ;વહાલો બ્રહ્માનંદનો રે, નાખે માટ મહીનાં ફોડ.   ગો૦પ 

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી