આજ હું એકલી રે, બેની ગઇ'તી વૃન્દાવન ૧૦/૧૨

 આજ હું એકલી રે, બેની ગઇ'તી વૃન્દાવન ;

દેખી મુજને રે, એને લાલચ્ય લાગીમન. આ૦૧
મારગ રોકીયો રે, આવી ઉભો બાંધીને આડ ;
બળમાં બોલતો રે, માંહી જોર જણાવે લાડ. આ૦ર
ઘેરીને મુજને રે, સાથે લઇ સરવે ગોવાળ ;
જોઇને જાદવે રે, કીધા આંખડલીના ખ્યાલ. આ૦૩
વળગ્યો મુજને રે, આવી જમુનાજીને તીર ;
હું તો એકલી રે, સરવે છોરાં એની ભીર. આ૦૪
મહીડું માહેરું રે, પરાણે લઇ કીધી હેરાન ;
વહાલે બ્રહ્માનંદને રે, ન કર્યાનું તે કીધું કાન. આ૦પ

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી