આવોને ઓર(રુ)ડા રે, વહાલા કામણગારા કાન ૧૧/૧૨

 

આવોને ઓર(રુ)ડા રે, વહાલા કામણગારા કાન ;
મોટા થાઇને રે, એવડું શું રાખો છો માન. આ૦૧
પધારો પ્રેમથી રે, મારા અલવિલા અલબેલ ;
નંદના લાલજી રે, મારે તમથી બાંધી બેલ. આ૦ર
તમ સંગે ખેલવા રે, મારે હોંસ ઘણી મનમાંહ્ય, 
અંતર પ્રીતડી રે, સર્વે જાણો છો જદુરાય. આ૦૩
સુંદર શ્યામળા રે, આવી તમથી બાંધી પ્રીત ;
તમારી ચાલમાં રે, મારું લોભાણું છે ચિત્ત. આ૦૪
દીવાની હું થઇ રે, મેં તો છેડો નાંખ્યો શીશ ;
વહાલા બ્રહ્માનંદના રે, તમશું જોડ બની જગદીશ. આ૦પ 

મૂળ પદ

સૌ મળી સુંદરી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી