છેલ કનૈયો રે, રંગડાનો રેલો ૩/૪

છેલ કનૈયો રે, રંગડાનો રેલો,    છે૦ટેક.
વૃન્દાવનની વાટમાં આવી મળ્યો મુજને અકેલો રે.       છે૦૧
મોરલી મનોહર હાથમાં રે મનોહર મુગટ ધરેલો રે.       છે૦ર
બાજુ કાજુ ફૂલના રે, રેંટો રંગ અજબ ભરેલોરે.    છે૦૩
બ્રહ્માનંદ કહે રાત દી રે, આંખડલીમાં રાખું અલબેલો રે.   છે૦૪ 

મૂળ પદ

રંગડાનો ભીનો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી