આજ આવ્યા તે કેમ ઉતાવળા, સાચું બોલોને ૧/૮

આજ આવ્યા તે કેમ ઉતાવળાસાચું બોલોને ;      
વહાલા ચંચળ લાગે છે ચિત્તનંદનાલાલજી સાચું બોલોને.                     ટેક.
કેઇ સખીએ તમને ભોળવ્યાસા૦ કે શું પૂરણ લાગી પ્રીત.                     નંદ૦ ૧
વારી ધરણીતે પગ ટકતો નથીસા૦ વળી હૈડે તે હરખ ન માય.            નંદ૦ ર
તમે કેઇ સખીને મહેલે જશોસા૦ રંગભીના મોહનરાય.                        નંદ૦ ૩
વહાલા તમ પાસે દેખાય છેસા૦ કાંઇ સેજલડીનો સાજ.                       નંદ૦ ૪
વહાલા અત્તરશીશીને અગરજાસા૦ વીણ્યાં ફૂલડાં તે કેને કાજ.            નંદ૦ પ
જુઓને કેફ જણાય છે નેત્રમાંસા૦ વારી ચિત્તનો તે બીજો રંગ.             નંદ૦ ૬
વારી વહાલા તે બ્રહ્માનંદનાસા૦ રહેશો રજની તે કે સંગ.                     નંદ૦ ૭
 

 

 
 

મૂળ પદ

આજ આવ્‍યા તે કેમ ઉતાવળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી