ઉભા રહોને શું થાઓ છો આકળા, કહું વાતડલી ૨/૮

 

ઉભા રહોને શું થાઓ છો આકળા, કહું વાતડલી ;
સાચું બોલોને સુંદર શ્યામ નટવર, નાવજી, કહું વાતડલી. ટેક.
આતુરતા અતિ અંગમાં, ક૦ કહેશો એવો આતુર કામ. ન૦ ૧
કામણગારી એ છે કામની, ક૦ હેતે કીધા તમને હાથ. ન૦ ર
દશા ફરી ગઇ દેહની, ક૦ તમને નાખી ભૂરકી નાથ. ન૦૩
ગજરા કે સારું તમે ગુંથીઆ, ક૦ બેરખડા ને બાજુબંધ. ન૦ ૪
વહાલા કે સારું લેઇ જાઓ છો, ક૦ વળી સુધો સાર સુગંધ. ન૦ પ
આજ ચંચળતા તે ચિત્તમાં, ક૦ વહાલા રાતા થયાં છે નેણ. ન૦ ૬
તમે સાચું બોલોને શ્યામળા, ક૦ વારી બ્રહ્માનંદના સેણ. ન૦ ૭

મૂળ પદ

આજ આવ્‍યા તે કેમ ઉતાવળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી