એક શિખામણ તુજને કહું, સુણ સાહેલી ૫/૮

 

એક શિખામણ તુજને કહું, સુણ સાહેલી ;
તું તો ધારી લેજે ચિત્ત, ભાવિક ભામની, સુણ સાહેલી. ટેક.
તારે એમ કીધાં થાશે અતિ, સુ૦ રૂડી પુરુષોત્તમશું પ્રીત. ભા૦ ૧
એને મન કર્યા વચને માનજે, સુ૦ કહું છું તારા હિતને કાજ. ભા૦ ર
જોને ઉપરલા શણગારથી, સુ૦ કે દી રીઝે નહીં મહારાજ. ભા૦ ૩
માહીં મમતારૂપ મલીનતા, સુ૦ વળી દેહ બુદ્ધિ દુરગંધ. ભા૦ ૪
બ્હેની એ બેને તુ ત્યાગ કર, સુ૦ થાયે હરિવર સાથ સંબંધ. ભા૦ પ
તું તો અવિચળ થઇ રહે એકની, સુ૦ સર્વે બીજા સાથે તોડ. ભા૦ ૬
બ્રહ્માનંદ કહે અતિ શોભશે, સુ૦ તારે હરિવર સાથે જોડ. ભા૦ ૭

મૂળ પદ

આજ આવ્‍યા તે કેમ ઉતાવળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી