એ છે પતિવ્રતાનું પારખું, સુણ ચિત્ત દેઇને ૬/૮

 

એ છે પતિવ્રતાનું પારખું, સુણ ચિત્ત દેઇને ;
જેનું ચંચળ ન હોય મન, પ્યારી પ્રેમદા, સુણ ચિત્ત દેઇને. ટેક.
તે તો પોતાના પતિ ઉપરે, સુ૦ વારી નાખે તન ને ધન. પ્યા૦ ૧
કે દી ઊંચે સ્વર નવ ઓચરે, સુ૦ તેને અતિશે લજ્જા અંગ. પ્યા૦ ર
તે તો સબ જગથી રૂઠી રહે, સુ૦ નહીં સોબત કોઇને સંગ પ્યા૦ ૩
વળી પોતાના ઘર બાહરે, સુ૦ એકાએકી ન ધરે પાવ. પ્યા૦ ૪
તે તો બીજા સામું દેખે નહીં, સુ૦ એક ભર્તા ઉપર ભાવ. પ્યા૦ પ
સદા મનમાં પર પોતાતણી, સુ૦ સદા મિથ્યા દેખે દેહ. પ્યા૦ ૬
બ્રહ્માનંદ કહે નારી સતી, સુ૦ સાચો સ્વામી સાથ સનેહ. પ્યા૦ ૭

 

મૂળ પદ

આજ આવ્‍યા તે કેમ ઉતાવળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી