કોઇ જગમાં એવી કામની, પીયુની પ્યારી ૮/૮

કોઇ જગમાં એવી કામની, પીયુની પ્યારી ;      
જેને પુરુષોત્તમ પીયુપ્રાણ, સાચી સુંદરી પીયુની પ્યારી.                    ટેક.
નિજ પ્રીતમજીને ઉપરે, પી૦ કરી નાખે તન કુરબાન.                      સા૦ ૧
નિરખે વદન કમલ નિત નાવનું, પી૦ જેવી રીતે ચંદ ચકોર.              સા૦ ર
એક અંતર દ્રઢ તે ઉપાસના, પી૦ કે દી જોયેન બીજી કોર.                   સા૦ ૩
જેમ ગમે તે સુંદરશ્યામને, પી૦ નિત તેમ કરે ઉપાય.                     સા૦ ૪
સર્વે જપતપ સાધનસંપત્તિ, પી૦ માને સ્વામી સેવામાંહ્ય.                   સા૦ પ
જે બળ મેલીને અબલા થઇ, પી૦ અતિ અંતરમાં અનુરાગ.                સા૦ ૬
બ્રહ્માનંદ કહે જે હરિને વરી, પી૦ સદા અચળ તેનો સોહાગ.               સા૦ ૭ 

મૂળ પદ

આજ આવ્‍યા તે કેમ ઉતાવળા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી