તમે તો અમને છોડી વાલા જતાં રહ્યાં તમ વિના હવે અમેં તો એકલા થઇ ગયા. શ્રદ્ધાંજલ��� ૧/૧

તમે તો અમને છોડી વાલા જતાં રહ્યાં,
તમ વિના હવે અમેં તો એકલા થઇ ગયા.... ટેક.
અમારી ભુલો માફ પ્રિયવર કરી દેજયો,
તમારી માફી માગવાનું ચૂકી ગયા.... તમ વિના૦ ૧
પ્યારા પ્રભુના ધામમાં તમે સુખી રહો,
તમેં તો અમને સર્વ નિજનું દઇ ગયા.... તમ વિના૦ ૨
અમારી સાથે રે'તા ઘણુંયે કહેતા'તા,
સોણું છે આ જીંદગી એ બતાવી ગયા.... તમ વિના૦ ૩
ભુલશું નહિ આપને અમે ભવ આખો,
જ્ઞાનજીવન એવું અલૌકિક જીવી ગયા.... તમ વિના૦ ૪

મૂળ પદ

તમે તો અમને છોડી વાલા જતાં રહ્યાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0