ચિત્તચોર્યું મારું ચિત્ત ચોર્યું, એને ફૂલડાંને છોગે મારું ચિત્ત ચોર્યું ૨/૪

ચિત્તચોર્યું મારું ચિત્ત ચોર્યું, એને ફૂલડાંને છોગે મારું ચિત્ત ચોર્યું.    ટેક.
લાલ કસુંબી ફેંટા ઉપર, ફૂલડાંનો તોરો ;ફૂલડાં માળા પેરી, આવે છે ઓરો.        ચિ૦ ૧
આભ્રણ પ્હેરે અંગે, કરે નેણનો ચાળો ;કાને કુંડળ લળકે તેણે લાગે રૂપાળો.      ચિ૦ ર
અંગ અંગ અંગરખી, ઓપીને રહી ;સુથલણીની શોભા દેખી મગન થઇ.       ચિ૦ ૩
જોઇ જોઇ મોહી રહી, લટકો એનો ;બ્રહ્માનંદનો સ્વામી વહાલો, રંગનો ભીનો.  ચિ૦ ૪ 

મૂળ પદ

રંગની ઝડીરે લાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી